ઉનાના પૌરાણિક ગુપ્ત પ્રયાગ મંદિરે પવિત્ર પર્વ નિમિત્તે ભવ્ય મેળો ભરાયો

ઉના તાલુકાના દેલવાડા ખાતે આવેલા પૌરાણિક ગુપ્ત પ્રયાગ તીર્થધામમાં પવિત્ર પર્વ નિમિત્તે ભવ્ય મેળો યોજાયો.

Sep 07, 2026 - 14:02
Updated: 20 hours ago
0
ઉનાના પૌરાણિક ગુપ્ત પ્રયાગ મંદિરે પવિત્ર પર્વ નિમિત્તે ભવ્ય મેળો ભરાયો

ઉના તાલુકાના પૌરાણિક ગુપ્ત પ્રયાગ પવિત્ર પર્વ પર શ્રી ગુપ્તપ્રયાગ તીર્થધામ દેલવાડા ખાતે સનાતન હિન્દુ અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો. મેળો ભરાયો હતો આ મેળામાં ઉના દેલવાડા અને આસપાસના ગામો ઉપરાંત દૂર-દૂરથી મોટી સંખ્યામાં અનેકો ભક્તો અને શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. તેનાથી આખું મંદિર પરિસર માં ભક્તિ સવાઈ ગય હતી. અને આ સ્થાન ને ઉના તાલુકાનું પિતૃ તર્પણનું એક તીર્થ સ્થાન માનવામાં આવે છે.

મંદિરોને ફૂલોથી સુંદર રીતે શણગારવામાં આવ્યા હતા. આ શણગાર ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતું. તેમજ પૂજા અને અભિષેક કરીને સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી અને ગંગાજી આરતી કરવા માં આવિ હતી. રાત્રિના સમયે લોક ડાયરો યોજાયો હતો તે ના મુખ્ય કલાકાર શ્રી રાજભા ગઢવી અને તેની ટીમ દ્વારા ખૂબ સારું પરદર્શન થયું હતું.

મેળા દરમિયાન ખાણી-પીણીની વસ્તુઓ, શૃંગાર સામગ્રી સરખીઓ અને રમકડાં સહિત અનેક સ્ટોલ લાગ્યા હતા. આનાથી ધંધાર્થીઓ ને વેપાર કરવાની તક મળી હતી. સાથે જ સ્થાનિક લોકોને રોજગારી પણ મળી હતી. ખાસ કરીને બાળકોમાં મેળાને લઈને ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો. ધાર્મિક આસ્થા સાથે લોકજીવન, પરંપરા અને સંસ્કૃતિનો સુંદર સમન્વય કરાવતો આ આ મેળો ભક્તો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું. અને મોક્ષ પીપળાને ભાવિ ભક્તો દ્વારા મોટી સંખ્યામાં પાણી રેડવામાં આવ્યું હતું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User